વરસાણા ચોકડી પાસે ત્રિપુટીએ એકના ત્રણ કરી આપવાની લાલચે ૩ લાખ લૂંટયા હતા, પોલીસની કામગીરીની પ્રશંસા
ગાંધીધામ: અંજાર અન્ય રાજ્યોના લોકોને લાલચ આપી અંજાર બોલાવી મોટાભાગે છેતરપિંડી અને ક્યારેક લૂંટને અંજામ આપતી ત્રિપુટીને પોલીસે ઝડપી લીધા હતા. હરિયાણાના શખ્સોને એકના ત્રણ કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી તેમણે માર મારી રૂ. ૩ લાખ લૂંટી લેવામાં આવ્યા હતા. આ ગેંગના સભ્યો પૈકીનાં ૩ સભ્યોનું પોલીસે અંજારમાં જાહેર સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસના કડક પગલાં અને લેભાગુ તત્વોવિરુદ્ધ કરેલી કામગીરી સૌને ખૂબ ગમી હતી અને સરઘસ સમયે જ લોકોએ અંજાર પોલીસના ભારોભાર વખાણ પણ કર્યા હતા.