– પ્રથમ વખત થયેલા વેપારના રૂપિયા ચૂકવી શખ્સે વિશ્વાસ કેળવ્યો
– તળાજા યાર્ડના વેપારીએ ભાવનગર યાર્ડના વેપારી સાથે પરિચય કેળવી બાજરીની ખરીદી કર્યા બાદ બિલની રકમ નહિ ચૂકવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
ભાવનગર : ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા બે સગા ભાઈઓ પાસેથી કટકે કટકે રૂ.૨૯.૪૭ લાખની કિંમતના અનાજની ખરીદી કરી બાકી રકમની ચૂકવણી નહી કરી તળાજા તાલુકાના પાદરી ગામના વતની અને તળાજા માર્કેટિંગ યાર્ડના વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા વેપારીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.