વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ અને નવ ગ્રહો વચ્ચે ખાસ સંબંધ છે. જ્યારે પણ કોઈ ગ્રહ તેની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે. મંગળની વાત કરીએ તો આ ગ્રહ કોઈપણ એક રાશિમાં માત્ર 45 દિવસ જ રહે છે. વર્ષ 2025માં મંગળ એક કે બે વાર નહીં પરંતુ 7 વાર ગોચર કરશે. આવી સ્થિતિમાં, તમામ રાશિઓ અલગ-અલગ રીતે પ્રભાવિત થશે. વર્ષ 2025માં ગ્રહોના અધિપતિ મંગળની રાશિ પરિવર્તનને કારણે 3 રાશિના જાતકોને થશે ફાયદો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે મંગળનું ગોચર થોડુ મુશ્કેલી વધારશે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં થાય, પરંતુ પૈસાનો સમજી વિચારીને ઉપયોગ કરવો તમારા માટે યોગ્ય રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. તમે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ તે ફળદાયી રહેશે નહીં. માનસિક સ્થિતિ બગડી શકે છે. વધારે વિચારવું કે ચિંતા કરવી યોગ્ય નથી.
ધન રાશિ
મંગળ ગોચર તમારા માટે સારૂ રહેશે જો તમે નોકરી વિશે વિચારી રહ્યા છો, તો તેને ઉતાવળમાં બદલવાનો નિર્ણય ન કરો, નહીં તો તમારે પસ્તાવું પડી શકે છે. કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવી થોડી મુશ્કેલ રહેશે. આ સમયે થોડુ વિચારીને રોકાણ કરવુ સારૂ રહેશે.
મકર રાશિ
આ રાશિ પર મંગળદેવની વિશેષ કૃપા રહેશે અટકેલા કામ થયા સમજો. વગર વિચાર્યે કોઇ નિર્ણય ન લેતા. જે પણ કામ કરો તે સમજી વિચારીને જ કરવુ. આફત આવતા હિંમતથી કામ લેશો તો મુશ્કેલી ટળશે. ભાગ્યોદય થાય. સમય સાથ આપશે આથી જરૂર વિચારવુ.