ચોખ્ખા પાણીમાં થતા અને દિવસે કરડતા મચ્છરોનો ઉપદ્રવ્ય
રોગચાળો નાથવા તંત્રના કડક આદેશ
ખાનગી દવાખાનાઓમાં લાગતી કતારો : ભુજ બાદ નખત્રાણામાં જિલ્લા મેલેરિયા આધિકારીએ બેઠક યોજી
ભુજ: કચ્છમાં ડેન્ગ્યુના કેસ ગત વર્ષની તુલનાએ ત્રણ ગણા જેટલા વધુ સરકારી દવાખાનાઓમાં નોંધાતાં ચોકી ઉઠેલા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ‘એપેડેમિક’ થશે તો તેવા ભયના ઓથાર હેઠળ કર્મચારીઓની બેઠકોના દોર યોજી કડક આદેશ અપાઈ રહ્યા છે.
વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરોની ઉત્પતિ શરૂ થઈ ગઈ હતી.