– સત્ર શરૂ થયાના 8 મહિના બાદ પણ
– અધકચરી સહાય ચુકવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વિધામાં : શિક્ષણાધિકારી કચેરી પાસે પણ વિગતો નથી !
ભાવનગર : વિદ્યાર્થીને આર્થિક સહાય મળે તેવા હેતુ સાથે ધો.૯ની દીકરીઓ માટે નમો લક્ષ્મી અને ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી સહાય યોજના અમલી કરાયાના આઠ મહિના વિતવા છતાં બન્ને યોજનામાંથી અધકચરી ચુકવણી થતા ભાવનગરના ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ચુકવણું અધ્ધરતાલ રહ્યું છે.