– સુરત કાર લઈ જવાના બહાને શખ્સે નજીકમાં કાર ગીરવે મુક્યાનું ખુલ્યું
– કાર કે નાણાં પરત ન મળતાં ચાલકે જીપીએસથી કાર ટ્રેક કરીઃ ગુંદા ગયા તો ત્રણ લાખમાં કાર ગીરવે મુકી હોવાનું ખુલ્યું : મદદગારી કરનાર 2 સહિત 3 સામે ફરિયાદ
ભાવનગર : ગઢડાના અડતાળા ગામના કારચાલકને તેના જ ગામમાં જ રહેતાં મિત્રએ કાર વેચવાના નામે કાર લઈ જઈ તેને અન્ય સ્થળોએ ગીરવે મુકી હોવાની જીપીએસ ટ્રેક મારફતે જાણ થતાં ખુલ કારચાલક ચોંકી ઉઠયા હતા. પોતાની કાર પરત લેવા કારચાલકે તપાસ કરતાં તેને કાર ન મળતાં આખરે ગામના જ શખ્સ સહિત ત્રણ સામે રૂા.૧૦.૪૦ લાખની કાર પરત ન આપી ઠગાઈ આચર્યાની તળઆજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.