શિક્ષણ તંત્ર કહે છે કે કોઈ ફરિયાદ કરે તો પાલીકાને કહીએ – તંત્રના જવાબથી આંચકોઃ પાલિકા ને પોલીસની ઝુંબેશ ક્યારે?
ભુજ: શાળાની આસપાસ ગુટખા વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ વેચાણ થાય છે ત્યારે જવાબદાર તંત્ર કેમ કોઈ પગલા લેતુ નથી તે એક સવાલ ઉભો થવા પામ્યો છે.
શહેરની ઈન્દ્રાબાઈ સ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, કોમર્સ કોલેજ, માતૃછાયા સ્કૂલ સહિત જુદા જુદા વિસ્તારોમાં શાળાની આસપાસ ગુટખા, તમાકુ, બીડી, સીગારેટ ખુલ્લેઆમ વહેંચાય છે. આ સ્થળોએ લોકો સીગારેટ અને ગુટખાનું સેવન કરતા જોવા મળે છે.