ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસેથી ઉઠાવી લેવાયો
લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલઈડી ટીવી, સ્પીકર સેટ, કોમ્પ્યુટર, મોનિટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર: ચોરી કરેલા મુદ્દામાલ સાથે એક ઇસમને રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસે કાળા કલરનું પેન્ટ તથા સફેદ-બ્લુ કલરનું ટીશર્ટ પહેરેલ એક માણસ શંકાસ્પદ પ્લાસ્ટીકની થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઇને ઉભો છે.