બન્ને પક્ષે બે મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સમજાવવા જતા માથાકૂટ થઇ
ભાવનગર: બોટાદના અવળ રોડ આવેલ જયાનગરમાં બે પાડોશી વચ્ચે બોલા ચાલી થઈ જતાં વતા મારા મારી સુધી પહોંચી જતા બંને પાડોશીએ સામ સામી માર મારી કરતા બંને પક્ષે બે મહિલાને ઈજા થઈ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર બોટાદના અવળ રોડ જ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પ્રભાતભાઈ ઇટાલિયા પુત્ર વધુ જશોદાબેન તથા શીતલબેન ઘરે હાજર હતા. ત્યારે બાજુમાં રહેતા દક્ષાબેન અને તેના પતિ હરેશભાઈ બંને ઝઘડો કરતા હતા.