32.6 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, જૂન 1, 2025
32.6 C
Surat
રવિવાર, જૂન 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: શ્રીરામ સેવા સમિતિનો કાર્યવિસ્તાર વધારવા ગ્રામ સમિતિઓની રચના કરાશે

Mahesana: શ્રીરામ સેવા સમિતિનો કાર્યવિસ્તાર વધારવા ગ્રામ સમિતિઓની રચના કરાશે


શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા કાર્ય વિસ્તાર અને કાર્યકર્તાઓની સંખ્યા વૃધ્ધિ માટે મહેસાણા તાલુકાના ગામોમાં શ્રી રામ સેવા સમિતિ ગ્રામ સમિતિઓની રચના શરૂ કરવામાં આવી છે. ગુરુવારે શ્રી રામ સેવા સમિતિના પદાધિકારીઓ તેમજ મહેસાણા તાલુકાના કુકસ ગામના યુવાનો, વડીલોની બેઠક મળી હતી. જેમાં સર્વ પ્રથમ જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલામાં શહીદ થયેલા નાગરિકોને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ, શ્રી રામ સેવા સમિતિના કાર્યોની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી હતી.

ગ્રામ સમિતિઓની રચના કરવાના પ્રારંભમાં મહેસાણા તાલુકાના કુકસ ગામની ગ્રામ સમિતિની રચના કરી શરૂઆત કરવામાં આવી હતી. શ્રી રામ સેવા સમિતિના ટ્રસ્ટી આર.એસ.શેખાવતે જણાવ્યું હતું કે, તાલુકામાં એક હજારથી વધુ કાર્યકર્તાઓ શ્રી રામ સેવા સમિતિમાં જોડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કુકસ ગામના અગ્રણી કામરાજભાઈ ચૌધરી, પ્રેમજીભાઈ ચૌધરી, અંબારામભાઈ ચૌધરી સહિતના ગ્રામજનોએ શ્રી રામ સેવા સમિતિના કાર્યને વધાવી ટેકો જાહેર કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય