ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ વાવેલા પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ વાવેલો પાક કમોસમી વરસાદના લીધે ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભારે પવન અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને ઘણો મોટો આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ધોધમાર વરસાદના લીધે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે.
વરસાદના લીધે પાકને નુકસાન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણાના ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અઢી ઈંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોએ વાવેલો પાક ધોવાયો હતો. ખેડૂતોએ મહેનત વાવેલા બાજરી અને જુવારના પાકો જમીનદોસ્ત થઈ ગયા હતા. જેના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.ભારે વરસાદ અને પવનના લીધે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવાયું છે.જોડીયા, ડભોડ, અરઠી, મલેકપુર ચોટીયા, નળુ અને ચાડા સહિતના ગામોમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકોનું ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું હતું.
ખેડૂતોએ વળતરની માંગણી કરી
ખેરાલુમાં કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન જતા ખેડૂતોને હેરાનગતિ થઈ છે. તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તો ખેડૂતોએ સરકાર પાસે પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂકાતા પાકનું નુકસાન થયેલ છે.ગુજરાતના નવસારી,સાબરકાંઠા, મહેસાણામાં કમોસમી વરસાદ ખાબકતા પાકને નુકસાન થયું હતું. કેરી, ડાંગર જેવા પાકોનું નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાની થયેલી છે.કેરી જેવા પાકો ભારે પવન ફૂંકાતા ખરી પડી છે. જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.