મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર રોડના વિસ્તરણ દરમ્યાન પાલાવાસણા નજીક બનતા રસ્તાના નિર્માણનું કામકાજ વિલંબિત બનતાં ટ્રાફિકની સમસ્યા વકરી છે.
મંથર ગતિએ ચાલતા રોડ નિર્માણને કારણે વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. આ કામગીરીને ગતિશીલ બનાવવાની માંગણી ઉઠી છે. પરંતુ, કામગીરી તેજ બનાવવામાં આવતી નથી. અહેવાલ વચ્ચે ઈન્સેટ તસ્વીર તેની સાક્ષી પુરે છે. મહેસાણા બાયપાસથી બેચરાજી તરફ જતા માર્ગનું લેવલ ઘટાડવામાં આવ્યું છે. સાધારણ રીતે જયારે રસ્તાનું રિનોવેશન કરવામાં આવે ત્યારે તેનું લેવલ વધારવામાં આવે છે. પરંતુ, બ્રીજનું લેવલ ઘટાડવામાં આવતાં ટ્રાફિક સમસ્યા પણ વધી છે. રસ્તાની સપાટી નીચી થતાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જવાની પણ સંભાવના છે. આ સમસ્યાનો હલ થાય તે જરૂરી છે.