24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: કડીમાં ભીમનાથ તળાવ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છતા દયનીય સ્થિતિમાં

Mehsana: કડીમાં ભીમનાથ તળાવ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છતા દયનીય સ્થિતિમાં


કડી શહેરની મધ્ય આવેલ ભીમનાથ તળાવ ૨૦/૦૫/૨૦૧૮ ના રોજ રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, ત્યાર બાદ આ તળાવ ની ૭ વર્ષમાં કાટમાળમાં ફેરવાયું છે.

કડી નગરપાલિકા એ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલ ભીમનાથ તળાવ માં બ્યુટીફિકેશન ડાન્સિંગ ફુવારા તેમજ બોટિંગ સહિત તા ૨૦/૦૫/૨૦૧૮ ના રોજ રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ તો કરાયુ પણ તળાવમાં ના કોઈ બોટિંગ સુવિધા કરાઈ કે પછી કોઈ ડાન્સિંગ ફુવારા નાખવા માં આવ્યા પાલીકા દ્વારા તળાવ ની કોઈ દરકાર લીધી નથી જેના કારણે કરોડો ના ખર્ચ નું આંધન કરાયુ હોવાની લોકો માં ભારે ચર્ચા જગાવી છે.નગરજનોને સુરમ્ય તળાવના સપના બતાવ્યા પણ તેને પુરા નહિ કરવામાં આવતા વપરાયેલ ગ્રાન્ટમાં કશુંક રંધાયું હોવાનું લોકોમાં તર્ક વિતર્ક ઉભા થયા છે.

હાલમાં તળાવ બનાવવામાં આવ્યો છે પણ કોઈ સુવિધાઓ વગર બિસ્માર હાલત માં પડી રહ્યું છે જાગૃત નાગરીક ના જણાવ્યા પ્રમાણે તળાવ ને બનાવ્યા ને છ વર્ષ પુરા થયા પણ લોકાર્પણ વખતે લગાવેલ તકતી પ્રમાણે કોઈ સુવિધાઓ નગરજનો ને મળી નથી જેથી સત્વરે તળાવ ની કામગીરી શરૂ કરવામાં આવે ડાન્સિંગ ફુવારા તેમજ બોટિંગ સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી નગરજનો માં માંગણી ઉદ્દભવી રહી છે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય