આઇપીએલ મેચોના ગેરકાયદેસર પ્રસારણ અને વિવિધ સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંડોવાયેલા ઓનલાઈન પ્લેટફોર્મ ફેરપ્લે સાથે જોડાયેલ ગુજરાતના કચ્છ,અજમેર, દમણ અને થાણેમાં એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં ડિમેટ પડેલા શેરો, અસ્કયામતો, જમીનો અને ફલેટ મળીને કુલ રૂ.ક 219.66 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ફેરપ્લે ભારતનું સૌથી મોટું ઓનલાઈન બેટિંગ એક્સચેન્જ હોવાનો દાવો કરે છે.અગાઉ ઈડીએ કુલ 113 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરી હતી.આમ કુલ ઈડીએ અત્યાર સુધીમાં રૂ. 331.16 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ જણાવ્યું હતું કે, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.એટલું જ નહીં 100 થી વધારે ડિમેટ એકાઉન્ટ પણ શોધી કાઢવામાં આવ્યા છે જેના માધ્યમથી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે
2023 માં ફરીયાદ થઈ હતી જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, ફેરપ્લે સ્પોર્ટ એલએલસી અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને કોપીરાઈટ એક્ટની સંબંધિત કલમો હેઠળ એફ્આઈઆર દાખલ કરી હતી. EDએ આ મામલે અલગ અમલીકરણ કેસ દાખલ કરીને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી.તપાસ દરમિયાન, ઈડીને જણાવ્યું હતું કે તેને જાણવા મળ્યું છે કે ક્રિશ લક્ષ્મીચંદ શાહ (ફેરપ્લે પાછળના મુખ્ય વ્યક્તિ) એ વિવિધ કંપનીઓ જેમ કે મેસર્સ પ્લે વેન્ચર્સ એનવી અને મેસર્સ ડચ એન્ટિલેસ મેનેજમેન્ટ એનવી કુરાકાઓ ખાતે, મેસર્સ ફેર પ્લે સ્પોર્ટ એલએલસીમાં નોંધણી કરાવી છે. , ફેરપ્લેની કામગીરી માટે દુબઈ ખાતે મેસર્સ ફેરપ્લે મેનેજમેન્ટ ડીએમસીસી અને માલ્ટા ખાતે મેસર્સ પ્લે વેન્ચર્સ હોલ્ડિંગ લિમિટેડ બનાવી હતી. જેના ઓથા હેઠળ ફેરપ્લેનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્લેટફોર્મને ટેકનિકલ અને ફઈનાન્સિયલ મેનેજમેન્ટ સપોર્ટ સર્વિસ પૂરી પાડનારાઓ પર સર્ચ એક્શન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીએ તા.22મી નવેમ્બરના રોજ કુલ રૂ. 219.66 કરોડની જંગમ સંપત્તિ ગુજરાતના કચ્છ,અજમેર, દમણ અને થાણેમાં તપાસ કરીને ડિમેટ ખાતામાં પડેલા શેરો, અસ્કયામતો, જમીનો અને ફલેટ જપ્ત કરવામાં આવ્યા છે.ED તપાસમાં બહાર આવ્યું છે કે ક્રિશ લક્ષ્મીચંદ શાહ ફેરપ્લે પાછળનો મુખ્ય વ્યક્તિ હતો.