27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: RTOમાં આખો દિવસ સર્વર ઠપ રહેતા વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા અટવાઈ

Ahmedabad: RTOમાં આખો દિવસ સર્વર ઠપ રહેતા વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા અટવાઈ


આરટીઓમાં સોમવારે આખો દિવસ વાહનનું સર્વર ખોટકવાથી ટ્રાન્સફરની પ્રક્રિયા અટવાઇ ગઈ હતી. ફેસલેસ પ્રક્રિયા કરી શકાતી ન હતી અને નોન ફેસલેસમાં અરજદારોને કલાકો સુધી બેસી રહેવું પડયું હતું. આરટીઓ કક્ષાએથી સર્વરની સમસ્યાનું કારણ જાણવા મળ્યું નથી. અધિકારીઓએ કહ્યું કે, ગાંધીનગરથી કામગીરી ચાલી રહી છે.

સપ્તાહના પ્રથમ દિવસે જ સર્વરની સમસ્યા સર્જાતા વાહન ટ્રાન્સફર, ડુપ્લિકેટ આરસીબુક, પાસિંગ, લોન દાખલ કરવા અને દૂર કરવા સહિતની કામગીરી માટે આવેલા અરજદારો પરેશાન થઈ ગયા હતાં. ફેસલેસ કરનારને ઓટીપી જ મળતો ન હતો. જેના લીધે ઓનલાઇન કામગીરી થઇ શકી ન હતી. જ્યારે નોન ફેસલેસ માટે આવેલા અરજદારોને સર્વર ધીમું ચાલતું હોવાથી કલાકો બેસી રહેવું પડયું હતું. સામાન્ય દિવસોમાં પંદર મિનિટમાં કામ થઈ જતું હોય તેના બદલે સોમવારે લાંબો સમય બેસી રહેવાનો વારો આવ્યો હતો. લાઇસન્સના સર્વરમાં સામાન્ય તકલીફ જોવા મળી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય