મહેસાણા જિલ્લામાં વધુ એક નર્સિંગ કોલેજનો પ્રારંભ કરાયો હતો. ગોજારીયા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે નર્સિંગ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડમાં બનાવવા અનુરોધ કરતા કેન્દ્રીયમંત્રીએ આરોગ્યની વિવિધ સેવાઓની પહેલાંની અને હાલની પરિસ્થિતિને વર્ણવી હતી.
મહેસાણા તાલુકાના ગોજારીયા ગામે ટ્રસ્ટ સંચાલિત કે.કે.પટેલ અને અમે.કે. પટેલ નર્સિંગ કોલેજનું નિર્માણ કરાયું હતું. આરોગ્ય લક્ષી સેવાનો વ્યાપ વધી રહ્યો છે. તેવામાં આરોગ્ય લક્ષી શિક્ષણમાં પણ વધારો થાય તે માટે ગોજારીયા ખાતે નવ નિર્મિત નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે હાજરી આપી હતી.
અમિત શાહના હસ્તે નવ નિર્મિત નર્સિંગ કોલેજનું લોકાર્પણ કરાયું હતું. કોલેજના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે અગાઉ જ્યારે સરકારી હોસ્પિટલો ઓછી હતી. ત્યારે હવે આયુષ્યમાન ભારત યોજનામાં કરોડો લોકોને આરોગ્યની સેવા મળતી થઈ છે. રાજ્યની અનેક હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડના સ્ટાન્ડર્ડમાં હોસ્પિટલ બનાવો તો હોસ્પિટલ ચલાવવા પૈડાં મળી જશે. બાકીનું તમામ કામ મોદી સાહેબ કરી લેશે. મેં 51 જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને રીનોવેશન કરવાનો સંકલ્પ લીધો હતો. આ 39મી હોસ્પિટલ તૈયાર થઈ છે તેવું નિવેદન આપ્યું આપતા સરકારની આરોગ્ય ક્ષેત્રે સફ્ળટાણે સિદ્ધિઓને વર્ણવી હતી.