મહેસાણાના જાકાસણ ગામે રહેતા રતિલાલ મંગળદાસ પટેલની ફરિયાદ મુજબ તેઓ તેમના ખેતરે હાજર હતા. ત્યારે તેમના ગામના યાસીનભાઈ અને તેમની પત્ની થ્રેસર લઈને એરંડા લેવા આવેલ જેથી ફરિયાદીએ ઘરમાં ધૂળ ભરાય ખો થ્રેસર મુકવા દીધેલ ન હતું. તો બાદમાં ફરિયાદીનો પુત્ર ટિફ્નિ લઈ આવતા કબ્રસ્તાનમાં હાજર છોકરાઓ તેને અપશબ્દો બોલતા હતા. જેથી તેમેન તેમના ગામના હિંમતસિંહને બોલાવી તે છોકરાઓને ઠપકો આપવા જતા ત્યાં હાજર અસલમ યાસીનખાન, સલમાન ઉફે ગની ઉષ્માનભાઈ, મુસ્તકિંમ શોહરાબખાન, શોહારાબખાન, હસનખાન, અરબાજખાન, ઇમરાન ઉર્ફે બોક્સર નામના 7 શખ્સોએ તેમની સાથે તકરાર કરી ફરિયાદીન પુત્ર સૂચિત અને હિમતભાઈને માર મારી નાની મોટી ઇજાઓ કરી હતી. જ્યારે સામે પક્ષે સલમાનખાન ઉષ્માનખાન ઇબ્રાહિમની ફરિયાદ મુજબ કબ્રસ્તાનમાં દારૂની બોટલો નીકળતા અને ત્યાં નજીકમાં ખેતર ધરાવતું રતિલાલ અને તેમનો પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતા હોઈ તેમને તેમના ઘરે જઇ ઠપકો આપ્યો હતો. જે બાદ રતિલાલ મંગળદાસ પટેલ, તેમનો પુત્ર સૂચિત અને મોંટુ નવીનભાઈ પટેલે કબ્રસ્તાનના ગેટ પાસે આવી અપશબ્દો બોલી તકરાર સર્જી હતી. જ્યાં તકરાર દરમિયાન 3 શખ્સોએ ધોકા અને ધરીયા વડે માર માર્યો હતો. બન્ને પક્ષની ફરિયાદ મુજબ સાંથલ પોલીસે કુલ 10 શકસો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.