32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: લિંચના પાટિયા પાસે ટાયર ફાટતા કાર ડિવાઈડર પર ચડી ઝાડસાથે ટકરાઈ

Mahesana: લિંચના પાટિયા પાસે ટાયર ફાટતા કાર ડિવાઈડર પર ચડી ઝાડસાથે ટકરાઈ


મહેસાણા અમદાવાદ હાઇવે પર વધુ એક વાર અકસ્માત સર્જાયો હતો. લિંચ ગામના પાટિયા પાસે કારની બ્રેક મારતા ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં બેકાબુ કાર ડિવાઈડર ચડી ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં કારમાં સવાર 5 લોકોને ઇજાઓ થતા સારવાર અપાઈ હતી. બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મહેસાણા અમદાવાદ હાઇવે પરથી પાસાર વડગામના છણીયાણા ગામના વિજયભાઈ પ્રજાપતિ અને તેમના પરિવારજનો સહિત પાંચ લોકોને અકસ્માત નડયો હતો. જેમાં ફરિયાદની વિગતો અનુસાર તેઓ અમદાવાદથી પોતાની કારમાં વતન તરફ્ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં મહેસાણા હાઈવે પર લિંચ ગામના પાટિયા પાસે આગળ એક કાર આડી આવતા તેમને તેમની કારને જોરથી બ્રેક મારી હતી. જેને લઈ રસ્તા પર ટાયર ઘસડાતા તેમની કારનું આગળનું ટાયર ફાટી જતા કાર બેકાબુ બની હતી. બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી ઝાડ સાથે તકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર વિજયભાઈ તેમના પત્ની મિત્તલબેન, બે બાળકો રિયાન્સી અને યશ તેમજ તેમના મિત્ર વિકાસભાઈ ચૌહાણ પાંચેય જણાને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 2 લોકોને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરાયા હતા. બનાવ અંગે લાઘણજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય