સુરત પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં અત્યાર સુધી ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જોવા મળતી હતી પરંતુ આજે ઉધના વિસ્તારમાં કેટલાક રિક્ષાચાલકોએ પાલિકાની બસના ડ્રાઈવર અને બસ પર હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઉધનામાં બીઆરટીએસ રૂટમાં દોડતી રીક્ષા ચાલક અને સાગરીતોએ બસ ચાલક પર કર્યો હુમલો કર્યો હતો. બસમાં મુસાફરો હતા તેઓ આ હુમલાથી ગભરાઈ ગયા હતા. જોકે, બસના સીસી કેમેરામાં હુમલાખોરો ઝડપાયા, પોલીસ ફરિયાદ કરવા કવાયત શરુ થઈ ગઈ છે.
સુરત પાલિકાના બીઆરટીએસ બસ અને સીટી બસના ડ્રાઈવરકો રફ ડ્રાઈવિંગ, સ્ટેન્ડ વિના બસ ઉભી રાખવી કે અકસ્માત માટે કુખ્યાત છે અને બસ ડ્રાઈવર તથા કંડકટર ની દાદાગીરીના કિસ્સા અનેક બહાર આવી ચુક્યા છે.