વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવું વર્ષ અનેક કારણોસર ખાસ રહેશે. 2025માં ગ્રહોનું સંક્રમણ વિવિધ રાશિઓ પર શુભ અને અશુભ અસર કરી શકે છે. ત્યારે જો આપણે વાત કરીએ કર્મના દાતા શનિદેવની તો પંચાગ મુજબ શનિ 29 માર્ચ, 2025 ના રોજ 22:07 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ આ રાશિમાં તો પહેલેથી જ રાહુ ગ્રહ હાજર જ રહેવાનો છે. ત્યારે રાહુ અને શનિનો સંયોગ મીન રાશિમાં થવાનો છે ત્યારે આવો જાણીએ આ સંયોગથી કોને લાભ થશે.
વૃષભ
- રાહુ અને શનિનો સંયોગ વૃષભ રાશિ માટે ફાયદાકારક રહેશે.
- કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે
- વ્યાપારીઓને કામ વધારવાની તક મળશે.
- આવનારો સમય સારો રહેશે.
- તમે જે પણ કામ સખત મહેનત અને સમર્પણથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.
- અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.
- સંબંધોમાં સુધારો થશે.
- આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત થશે.
તુલા
- આ રાશિના લોકો માટે રાહુ અને શનિનો યુતિ ફળદાયી રહેશે.
- નવું વર્ષ તમારા માટે ઉત્તમ રહેશે.
- લાંબા સમયથી અધૂરા રહેલા કામ પૂર્ણ થશે.
- અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.
- પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
- બંને ગ્રહોના સંયોગથી તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો.
- વિદેશ જવાની યોજના બની શકે છે.
- આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે.
કુંભ
- જે કામ તમે ઘણા સમયથી નથી કરી શક્યા તે પૂર્ણ થશે.
- સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે.
- વિરોધીઓને હરાવી શકશો.
- સંપત્તિમાં વધારો કરવાની નવી તકો મળશે.
- સામાજિક કાર્યોમાં રસ વધશે.
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.
- પરસ્પર સંબંધો સુધરશે.
- વેપારમાં લાભ થઈ શકે છે.
- તમે કોઈપણ કારણ વગર ચિંતા કરી શકો છો.