– આગામી માસથી નવા માલની આવક વધતાં શરૂ થવાથી ભાવમાં ઘટાડાની શક્યતા
– માંગની સામે ઉત્પાદન નીચું રહેતાં બિમાર દર્દીઓ તથા કોપરા, નાળિયેર અને શ્રીફળ આધારિત ખાણી પીણીના એકમોને અસર
ભાવનગર : શારીરિક તંદુરસ્તી માટે ટોનિક ગણાતાં લીલા નાળિયેર તથા સુકા નાળિયેર(શ્રીફળ)નું ઉત્પાદન ઘટતાં છેલ્લા ચાર માસમાં પ્રતિ નંગમાં અંદાજે રૂા. પાંચના વધારા સાથે ભાવન રૂા. ૩૫ સુધી પહોંચ્યા છે. નાળિયેરના ઉત્પાદનમાં મોખરે જિલ્લાના મહુવામાં પણ આ વર્ષે માંગ સાથે ઉત્પાદન ઓછું રહેતાં ભાવમાં ઉછાળો આવ્યો છે જો કે, આગામી ફ્રેબૂ્રઆરી બાદ નવા માલની આવકના પગલે ભાવમાં ઘટાડો થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે.