Vidhya Sahayak Protest: ગુજરાતમાં વિદ્યા સહાયકોના ઉમેદવારોએ ફરી ગાંધીનગરમાં મોરચો માંડ્યો હતો. મંગળવારે વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતાં. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ સચિવને આ મામલે રજૂઆત કરી હતી. અને માગ પૂરી ન થતાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ ગુજરાત ક્યારેય નહીં ભૂલે દુષ્કર્મના આ ચકચારી કેસ, જેણે ગુજરાતીઓને હચમચાવી નાંખ્યા