Mamata Banerjee Attack on BJP : ગુજરાતમાં દિકરી-મહિલાઓ અડધી રાત્રે પણ બિન્દાસ થઇને ફરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શાંત-સલામત ગુજરાતમાં નરાધમો દિકરી-મહિલાઓને નિશાન બનાવી રહ્યાં છે. દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા તકીયા કલામ સાથે ગૃહમંત્રી બણગાં મારી રહ્યાં છે પણ વાસ્તવિકતાએ છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાણે કથળી રહી છે તેવુ ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે.
કોલકત્તામાં બળાત્કારની ઘટના થઇ ત્યારે મમતા દીદીને સલાહ આપી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.