Bhuj News: કચ્છના ભુજ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં એક શ્વાન કચરાપેટીમાં પડેલાં એક પદાર્થને ખોરાક સમજીને ખાવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક બ્લાસ્ટ થયો. હકીકતમાં શ્વાને જે પદાર્થને ખોરાક સમજ્યો હતો તે એક વિસ્ફોટક હતો. આ વિસ્ફોટકના કારણે શ્વાનનું જડબું ફાટી ગયું અને તેનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.