Rushikesh Patel Statemet on Jantri : ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ 2025-26ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ 27 બેઠક થશે અને કામકાજના 26 દિવસો રહેશે. 20 નવેમ્બર 2024 ના રોજ, જાહેર હિતમાં ઓન લાઈન ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી 5400 અને ગ્રામ્યમાંથી 5600 વાંધા અરજીઓ આવી છે. 11,046 અરજીઓ મળી છે જેમાં 61% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે.