શહેરના સુભાષનગર વિસ્તારમાં બની ઘટના
પોલીસે વૃદ્ધાની આપવીતી સાંભળી તપાસ આદરીઃ ચોરી થયેલી રોકડ ઘરમાંથી જ મળી આવતાં વૃદ્ધાએ ફરિયાદ કરવાનું ટાળ્યું
ભાવનગર: શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધાના ઘરમાં ખાતર પાડી કબાટમાંથી રોકડ ચોરી વૃદ્ધાના કાનની બુટ્ટી કાઢવાનો પ્રયાસ કર્યાનો ઘોઘારોડ પોલીસને કૉલ મળતા જ પોલીસ દોડતી થઈ હતી.જો કે, પોલીસ તપાસમાં ઘરમાંથી રોકડ મળી આવતાં વૃદ્ધા અને પોલીસે રાહત અનુભવી હતી. જો કે, આખરે વૃદ્ધાએ ફરિયાદ કરવાનું ટાલ્યું હતું. જો કે, સમગ્ર બનાવ પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.