પોક્સો કેસમાં ગાંધીનગર કોર્ટે છેલ્લા 30 માસમાં 36ને સજા સંભળાવી છે. ગાંધીનગર કોર્ટે ફાંસીથી લઈ અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. પોક્સો કેસ ઝડપી કાર્યવાહી ચલાવી નિકાલ કરવામાં આવ્યો છે. કલોલના વાંસજડા કેસમાં આરોપીને ફાંસીની સંભળાવી છે.
રાજ્યના મહાનગરોથી લઈ ગામડામાં રહેતા માતાપિતા પણ પોતાની દીકરીઓને લઈ ચિંતિત બની ગયા છે. બીજી બાજુ દુષ્કર્મની ઘટનાઓમાં કોર્ટ આરોપીઓને આકરી સજા ફટકારી રહી છે. તેવામાં ગાંધીનગર સેશન્સ કોર્ટે પોક્સોના ગુનાના આરોપીને ફાંસીથી લઈ અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. ગાંધીનગર કોર્ટે છેલ્લા 30 માસમાં 36ને સજા સંભળાવી છે. કોર્ટ દ્વારા પોક્સો કેસ ઝડપી ચલાવી નિકાલ કરવામાં આવ્યો છે. કલોલના વાંસજડા કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
પોક્સોના ગુનાના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી
ગાંધીનગર સેશન્સ કોર્ટે પોક્સોના ગુનાના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી ફેનીલ ઉર્ફે રામચંદ્ર વાઘેલાને ગાંધીનગર સેશન્સ કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી હતી. આરોપીએ રામચંદ્રએ સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ આરોપીએ સગીરાને તરછોડી દેતા ભોગ બનનાર સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી. આરોપીએ 2022 માં લગ્ન કરવાની બાહેંધરી આપીને તા. ૦૯/૦૭/૨૦૨૧ ના રોજ ભોગ બનનારને બપોરે પોતાના ઘરે વાતો કરવાના બહાને બોલાવી સગીરાની ઇચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધેલ હતા. તેમજ તા.૧૭/૦૮/૨૦૨૧ તથા સપ્ટેમ્બર-૨૦૨૧ માં ચાંદખેડા અંજલી હોટલમાં આરોપીએ ભોગ બનનારની ઇચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફેબ્રુઆરી- ૨૦૨૨ માં ભોગ બનનારે આરોપીને લગ્નની વાત કરતાં આરોપીએ મારે બીજી છોકરી સાથે પ્રેમ છે હું તારી સાથે લગ્ન નહીં કરું. મે તને શારિરીક ઉપયોગ માટે લગ્નની વાત કરેલ તેમ જણાવ્યું હતુ, જેને લઇ સગીરાને આધાત લાગ્યો હતો.