Forensic Crime Scene Manager : દેશભરમાં ત્રણ નવ કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે, ત્યારે ગંભીર ગુનાની તપાસ પ્રક્રિયામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તેને લઈને જોગવાઈ કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની 112 પેટા વિભાગીય પોલીસ અધિકારી (SDPO)/ મદદનીશ પોલીસ કમિશનર (ACP)ની કચેરી ખાતે ‘ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર’ની નિમણૂકને લઈને મહત્ત્વનો નિર્ણય કરાયો છે.
‘ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
ગુજરાતની 112 SDPO/ACP કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું કે, ‘ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત પોલીસના સુંયક્ત ઉપક્રમે આ મહત્ત્વપૂર્ણ પહેલા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કન્વીક્શન રેટ વધારવાના પગલા લેવામાં આવી રહ્યા છે, જે પ્રોજેક્ટ હાલ અમલમાં છે.