29.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જૂન 3, 2025
29.1 C
Surat
મંગળવાર, જૂન 3, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યLifestyle: લીંબુ પાણીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને કરી શકે છે નુકસાન

Lifestyle: લીંબુ પાણીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને કરી શકે છે નુકસાન


લોકો ઘણીવાર વજન ઘટાડવા માટે લીંબુ પાણીનું સેવન કરે છે. સવારે ઉઠતાની સાથે જ ઘણા લોકો ખાલી પેટ લીબું પાણીનું સેવન કરે છે. કેટલાક લોકો વધારાના ડિટોક્સ માટે દિવસમાં બે કે ત્રણ વખત તેનું સેવન કરે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દરેક વસ્તુઓના ફાયદાની સાથે તેના નુકસાન પણ હોય છે. વધુ પડતું લીંબુ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે.

દાંતના સ્વાસ્થ્ય પર અસર

લીંબુમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે જે વધુ પડતું ખાવાથી દાંતના ઈનેમલ નબળા પડી શકે છે. સતત લીંબુ પાણી પીવાથી દાંતની સંવેદનશીલતા વધી શકે છે અને દાંત ઝડપથી સડી શકે છે.

પેટની સમસ્યાઓ વધી શકે છે

ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ક્યારેક એસિડિટી, ગેસ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી છે, તેમણે તેનું વધુ પડતું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

હાડકાં પર અસરો

વધુ પડતું લીંબુ પાણી પીવાથી શરીરમાં પોટેશિયમ અસંતુલન થઈ શકે છે, જે હાડકાંની મજબૂતાઈને અસર કરે છે. તેમાં રહેલું એસિડ કેટલાક લોકોને સાંધાના દુખાવા અથવા સંધિવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સ્કિન પર પણ અસર થઈ શકે છે

લીંબુમાં પ્રકાશસંવેદનશીલ ગુણધર્મો હોય છે. જો તમે લીંબુ પાણી પીધા પછી તરત જ તડકામાં બહાર જાઓ છો, તો તમારી સ્કિન પર ફોલ્લીઓ, બળતરા અથવા લાલાશ થઈ શકે છે.

જો તમે લીંબુ પાણીના શોખીન છો તો નિરાશ થવાની જરૂર નથી. પણ સંતુલન જરૂરી છે. દિવસમાં એકવાર, ખાસ કરીને સવારે, એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ અને થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થઈ શકે છે. પરંતુ દિવસમાં ઘણી વખત તેનું સેવન કરવાથી આડ અસર થઈ શકે છે. લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ચોક્કસપણે ફાયદાકારક છે, પરંતુ ત્યારે જ જ્યારે તે મર્યાદિત માત્રામાં અને યોગ્ય સમયે લેવામાં આવે. જો તમે તેના ફાયદા ઇચ્છતા હોવ તો ધીરજ રાખો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય