32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યLifestyle: વધતી ગરમીમાં તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?

Lifestyle: વધતી ગરમીમાં તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?


ઉનાળામાં થોડી સાવધાની રાખીને, તમે તમારી આંખોને સુરક્ષિત અને સ્વસ્થ રાખી શકો છો. સૂર્યથી રક્ષણ, આંખોને હાઇડ્રેટ રાખવી, સંતુલિત આહાર અને સ્વચ્છતા જેવી નાની નાની બાબતો તમારી આંખોને મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.

ઉનાળો પોતાની સાથે અનેક રોગો લઈને આવે છે. જો તમે તમારા શરીરની સંભાળ નહી રાખો તો ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઉનાળાની સિઝનમાં આંખોની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળામાં સૂર્યપ્રકાશ, પવન અને ધૂળ આંખો પર ખરાબ અસર કરી શકે છે. ઉનાળામાં આંખોમાં બળતરા, શુષ્કતા, લાલાશ અને ચેપ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આંખોની યોગ્ય કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે.  

મજબૂત સૂર્યપ્રકાશથી આંખોને સુરક્ષિત કરો

ઉનાળામાં બહાર જતી વખતે હંમેશા સારા સનગ્લાસ પહેરો. સનગ્લાસ ફક્ત આંખોને સૂર્યપ્રકાશથી જ બચાવતા નથી, પરંતુ ધૂળ અને પ્રદૂષણથી પણ રક્ષણ આપે છે. યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા પસંદ કરો. જો શક્ય હોય તો, બપોરના તડકામાં બહાર જવાનું ટાળો.

આંખોને હાઇડ્રેટેડ રાખો

ઉનાળામાં, શરીરની સાથે, આંખોને પણ હાઇડ્રેશનની જરૂર હોય છે. દિવસભરમાં ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવો. આનાથી આંખો ભેજવાળી રહે છે અને શુષ્કતાની સમસ્યા થતી નથી. જો તમારી આંખો ખૂબ જ સૂકી હોય, તો તમે કૃત્રિમ આંખના ટીપાં (જે પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ છે) વાપરી શકો છો.

ઠંડા સેકથી આંખોને આપો આરામ

તમને આંખોમાં થાક કે બળતરા થાય છે તો, એક સાફ કપડામાં બરફનો ટુકડો લઈને આંખો પર લગાવો અને તેને પછી 5 થી 10 મીનિટ રાખો. આનાથી આંખોને ઠંડક મળશે અને આંખોની પફીનેસ પણ ઓછી થશે. ગુલાબજળમાં રૂ મિક્સ કરીને આંખો પર લગાવો રાહત મળશે.

હાથ સાફ રાખવા 

ગરમીમાં પસીનો ખૂબ આવે છે અને આપણે વારંવાર આંખોના હાથ વળે મસડીએ છીએ. જેનાથી કંજક્ટિવાઈટિસ અથવા આંખોનું ઈન્ફેક્શન થઈ શકે છે. એટલા માટે હાથ સાફ રાખવા જરૂરી છે.

સરખો આહાર લેવો છે જરૂરી 

આંખો માટે વિટામીન A,C અને E હોવું જરૂરી છે. ખાવાપીવામાં લીલા શાકભાજી, ગાજર, પાલક, આમળા, કેરી જેવા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

 આંખના મેકઅપનો ઉપયોગ યોગ્ય રીતે કરો

ઉનાળામાં, પરસેવા અને ગરમીને કારણે મેકઅપ ઝડપથી ઝાંખો પડી જાય છે. જો તમે આઈલાઈનર, મસ્કરા કે કાજલનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તે વોટરપ્રૂફ અને હાઈપોઅલર્જેનિક હોય. સૂતા પહેલા તમારા મેકઅપને સારી રીતે સાફ કરો, નહીં તો તમારી આંખોમાં ચેપ લાગી શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય