32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: ઉનાળાની ગરમીમાં આ ફળોનું કરો સેવન

Health: ઉનાળાની ગરમીમાં આ ફળોનું કરો સેવન


ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને ઘણી બધી સમસ્યાઓ થાય છે. આ સિઝનમાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે. આ સિઝનમાં ફળો બહુ સરસ મળતા હોય છે. આ ફળો રસીલા હોવાની સાથે શરીરમાં પાણીની કમીને પણ પુરી કરે છે.

ગરમીમાં ફળોનું સેવન કરવાથી એકદમ ફ્રેશ અનુભવાય છે. જાણો ક્યા ફળો છે જે ગરમીમાં ફાયદાકારક હોય છે.

કેરી

ફળોનો રાજા એટલે કેરી. કેરીને ગરમીમાં વધારે ખાવામાં આવે છે. અને તે સ્વાદમાં ખૂબ સરસ હોય છે. વિટામીન, એન્ટીઓકસીડેન્ટ અને નેચરલ સુગરથી ભરપૂર કેરી તમારી સ્કિનને હેલ્ધી રાખે છે.

તરબૂચ

આ ફળ ગરમીમાં તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. પાણી અને ઈલેકટ્રોલાઈટ્સથી ભરપૂર આ ફળ તમને ઠંડક આપે છે અને તમને ફ્રેશ રાખે છે. તરબૂચમાં ઓછી કેલેરી હોય છે અને આ સ્કિનને હેલ્ધી રાખવા માટે મદદ કરે છે. ગરમીમાં એક તરબૂચનો ટુકડો ખાવાથી તમને ફ્રેશ અનુભવો છો. આ ફળ તમારા શરીર અને મગજ માટે ફાયદાકારક છે.

લીચી

કદમાં નાની, મીઠી અને રસીલી લીચી જોવામાં ભલે સાધારણ લાગે પણ આમાં વિટામીન C અને એન્ટીઓકસીડેન્ટથી ભરપૂર હોય છે. આ પાચનમાં મદદ કરે છે અને હાઈડ્રેશન જાળવી રાખવા માટે મદદરૂપ હોય છે.

પપૈયું

પપૈયું એક મલ્ટીટાસ્કર છે. આ પાચન માટે મદદગાર છે પણ તેના સિવાય ઈમ્યૂન સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. પપૈયું તમારી સ્કિનને ફ્રેશ રાખે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે.

ટેટી

સ્વાદમાં ગળી અને ખાવામાં હલ્કું. ટેટી એ ફ્રેશ રાખે છે. ટેટીમાં પાણી, ફાઈબર અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય