Chat Tabibi: ભારતને ડાયાબિટીસનું કેપિટલ માનવામાં આવે છે. એમાં પણ ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. 2030 સુધીમાં દેશમાં ડાયાબિટીસના 8 થી 10 કરોડ દર્દીઓ હશે એવું અનુમાન છે. આપણાં ઘરોમાં લગભગ એકાદ વ્યક્તિ તો એવી હોય જ છે કે જે ડાયાબિટીસના દર્દી હોય અથવા તો પ્રિ ડાયાબિટિક હોય. આવી સ્થિતિમાં આ રોગ અંગે સાચી માહિતી મળે અને ભ્રામક બાબતોનું ખંડન થાય એ ખૂબ જરૂરી છે. ગુજરાત સમાચાર તમારા માટે સ્વાસ્થ્યને લગતો આવો જ એક શો લઈને આવી રહ્યું છે જ્યાં તમને એક્સપર્ટ ડૉક્ટર પાસેથી સચોટ માહિતી મળી શકશે.