કોંગ્રેસ ઉમેદવારના પુત્રોએ જાહેરમાં માર મારી ધમકાવી જાતિ અપમાનિત પણ કર્યો
ગાંધીધામ: વાગડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકદમ રસાકસી વાળી બની હતી. ભાજપ અને કોંગ્રેસ બંનેએ એડી ચોટીનો જોર લગાવી મહેનત પણ કરી હતી. આમ તો વાગડમાં ચૂંટણી સમયે ઝઘડાઓ થતાં જ રહે છે પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારના ૩ પુત્રોએ પોતાની માતાનાં વિરુદ્ધમાં ચૂંટણી પ્રચાર કર્યાનું મનદુઃખ રાખી મતદાનનાં બીજા જ દિવસે ભાજપનાં કાર્યકરની છાતીએ લોડેડ બંદૂક છાતી પર રાખી યુવાનને માર મારી મૃત્યુના ભયમાં મૂકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
રાપરનાં મોટી રવમાં રહેતા અને ભાજપના કાર્યકર ભાણાભાઈ આલાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, બનાવ ગત ૧૭ ફેબ્આરીનાં સવારનાં ૧૦ વાગ્યા અરશામાં બન્યો હતો.