28 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 8, 2024
28 C
Surat
રવિવાર, ડિસેમ્બર 8, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeGSMભરૂચની શ્રવણ ચોકડી નજીક માંગલ્ય રેસીડેન્સીનું એક પરિવાર ગોવા ફરવા ગયું અને...

ભરૂચની શ્રવણ ચોકડી નજીક માંગલ્ય રેસીડેન્સીનું એક પરિવાર ગોવા ફરવા ગયું અને તસ્કરોએ બનાવ્યું મકાનને નિશાન…

ભરૂચ જિલ્લામાં દિવાળીનો માહોલ જામતા જ તસ્કરોને પણ મોકલું મેદાન મળ્યું હોય તેમ બંધ મકાનોને નિશાન બનાવતા ભરૂચની શ્રવણ ચોકડી નજીક એક પરિવાર ગોવા ફરવા ગયું હોય અને તેમના બંધ મકાનની નિશાન બનાવ્યું હોય તેવી ઘટના સામે આવતા પોણા દસ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવતા ફૂટેજમાં પાંચથી વધુ તસ્કરો કેદ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ માંગલ્ય રેસીડેન્સી માં રહેતા દિગજોથ જૈના પરિવાર ગોવામાં હળવા ફરવા ગયો હતો તે દરમિયાન તેઓના બંધ મકાનનો નકુચો તૂટેલો હોવાનો મોબાઈલ વિડિયો થકી પાડોશી એ જાણ કરતા ગોવામાં ફરવા ગયેલા પરિવારના હોસ ઉડી ગયા હતા અને તાબડતોબ ભરૂચ તેમના ઘરે પરત આવતા ઘર ખોલીને જોતા ઘરની તમામ વખરી વેરવિખેર હતી જેના પગલે તેમના ઘરમાં ચોરી થઈ હોય તેવું અનુમાન લાગતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ભરૂચ એ ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો તપાસ દરમિયાન ઘર માંથી સોનાની ચેન જોડ નંગ 5 કિંમત રૂપિયા 2 લાખ સોનાની બંગડી જોડ 5 કિંમત રૂપિયા 2 લાખ સોનાની વીંટી નંગ 10 કિંમત રૂપિયા 1,50,000 સોનાની બુટ્ટી જોડ 6 નંગ 1,25,000 સોનાના પેન્ડલ નંગ 6 કિંમત રૂપિયા 1 લાખ સોનાની લકી નંગ એક 75000 સોનાના સિક્કા 2 નંગ 25000 તથા અન્ય સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે 9,85 હજારની ચોરી થઈ હોય તેવું સામે આવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ચોરીની ફરિયાદના આધારે તપાસ કરતા સોસાયટીના સીસીટીવીમાં 5થી વધુ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોય તેવું સામે આવતા અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાના પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય