રાજસ્થાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઉત્તર ગુજરાત તેમજ મહેસાણા જિલ્લામાં આજથી જોવા મળી શકે છે.હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં 9 મે દરમિયાન કેટલાક ભાગોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ સાથે કરા પડવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.વાતાવરણમાં આવવાના પલટાની અસર શનિવારે ગરમીમાં નોંધાયેલા બે ડિગ્રીના ઘટાડા પરથી જોવા મળી હતી.મહેસાણામાં તાપમાન ઘટવા છતાં રહીશોએ આકરી ગરમી અનુભવી હતી.હવામાન વિભાગની ઉક્ત આગાહી પગલે લાંબા સમયથી હિટવેવનો સામનો કરી રહેલા મહેસાણા વાસીઓને હિટવેવથી છુટકારો મળી શકે છે.ત્યારે મહેસાણાનું શનિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર રાજ્ય સાથે સાથે મહેસાણા જિલ્લામાં હિટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.તો મહેસાણા જિલ્લામાં હિટવેવ અને અસહ્ય ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘર પુરાવા મજબૂર બન્યા છે.ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પગલે ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે શનિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયુ હતું.મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાવા છતાં લોકો આકરી ગરમીથી પરેશાન બન્યા હતા.તો ગરમીથી બચવા અવનવા પ્રયત્નો કરી રહ્યા હતા.તો બપોરના સમયે હિટવેવની અસર પગલે રહીશો ઘરમાં પુરાયા હતા.તો સાંજ પડતાં ઘરની બહાર જોવા મળ્યા હતા.ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પગલે મહેસાણા જિલ્લામાં 4 થી 9 મે દરમિયાન મેઘગર્જના સાથે છૂટા છવાયા સ્થળો પર હળવા તેમજ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ કરા પાડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ હતી.ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમા 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.તો તેને લઈ ગરમીથી ભારે રાહત મળી શકે છે.