25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeGSMસુરત શહેરમાં યોજાઇ ગઇ ઓપન Dance ચેમ્પયનશીપ

સુરત શહેરમાં યોજાઇ ગઇ ઓપન Dance ચેમ્પયનશીપ

વિકી કંસારા અને જય જોગડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

સુરત: સુરત શહેરમાં રવિવારના રોજ જય વિકી કંસારા અને જય જોગડીયા આયોજીત ઓપન Dance ચેમ્પયનશીપ યોજવામાં આવી હતી. માત્ર સુરતના જ નહીં પરંતુ ગુજરાતના અમદાવાદ, વડોદરા, વાપી, વલસાડ સહિતના શહેરો ઉપરાંત મુંબઇ, દિલ્હી, રાજસ્થાન અને યુપીના શહેરોમાંથી પણ ડાન્સરોએ આ ચેમ્પયશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચેમ્પયશીપમાં ડાન્સરોના ડાન્સને જજ કરવા માટે મુંબઇથી ખાસ એક્સપર્ટ લોકોની ત્રણ જણાની ટીમને બોલાવવામાં આવી હતી. રવિવારે સુરત શહેરના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલી Dance ચેમ્પયનશીપમાં ડાન્સરો સાથે સાથે લોકોનો પણ અભૂતપુર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સમગ્ર ચેમ્પયનશીપમાં સુરતની માહી અને કલ્યાણી વિજેતા થયા હતા. તો અમદાવાદનો દર્શન શાહ વિનર જાહેર થયો હતો. આ ઉપરાંત આ ચેમ્પયનશીપમાં અમદાવાદ, સુરતના 2 ગૃપ જીત્યા હતા. જેમાં અમદાવાદના એબીસીડી Dance ગૃપનો પ્રથમ નંબર તો, સુરતના વાઇબ Dance ગૃપનો બીજો નંબર આવ્યો હતો. જયારે આઇ રોક Dance ગૃપને પણ વિજેતા જાહેર કરાયું હતું. આ ઉપરાંત તો વડોદરાનું લટીલ રાઝ ગૃપ પણ પ્રથમ પ્રાઇઝ મેળવવામાં સફળ રહ્યું હતું. અને અમદાવાદનું SST warning ગૃપ બીજા ક્રમે રહ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનારા વિકી કંસારા અને જય જોગડિયાની મહેનત રંગ લાવી હતી. આ પ્રકારના આયોજન અને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપતા એમણે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં વધુ મોટા સ્કેલ પર ચેમ્પયનશીપનું આયોજન કરવાની તેઓની ઇચ્છા છે. આવનારા સમયમાં વધુને વધુ ડાન્સરો આ ચેમ્પયનશીપમાં જોડાય અને તેઓની પ્રતિભા નિખરે તેવા પ્રયાસો કરવામાં આવશે.

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય