પોલીસ- વન ખાતાની ચેકિંગના કારણે પાકા દોરાનું નહિંવત ઉપયોગ ફળ્યો
18ના મેજર, ૨૩ના માઈનોર ઓપરેશન અને 51ની પ્રાથમિક સારવાર થઈ, સૌથી વધુ ભુજમાં પક્ષીઓ ઘાયલ થયા
ભુજ: પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કચ્છ વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ જુદી જુદી એનજીઓ સંસ્થા દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગત રોજ પતંગની દોરીથી કબુતર સહિતના કુલ ૯૨ જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.૧૮ના મેજર ઓપરેશન, ૨૩ના માઈનોર અને ૫૧ની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.