– મોટા ભાગના ખાણી-પીણીના એકમોને ત્યાં ભારે તડાકો
– અગાશી, ધાબાઓ અને છાપરાઓ પર ડીજેના સંગાથે ખાણી-૫ીણીની સૌએ પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે જયાફત માણી
ભાવનગર : ગોહિલવાડમાં મંગળવારે મકરસંક્રાંતિ પર્વ તેમજ બુધવારે વાસી ઉતરાયણની પરંપરાગત રીતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વે દિવસ દરમિયાન ગગનમાં અવનવા રંગબેરંગી પતંગોની રંગોળી રચાઈ હતી અને પતંગબાજો વચ્ચે આકાશી યુધ્ધ ખેલાયુ હતુ. આખો દિવસ કાયપો છે,જો જાય..