ખાવડાની કંપનીમાં ટાવર નીચે પટકાતાં એક શ્રમજીવીનું મોત બીજો ઘાયલ
ભુજ: ભુજના સ્વામીનારાય મંદિર પાછળ લેક્યુ હોટલની સામે આવેલા પુલીયા નીચેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ૫૦ વર્ષના અજાણ્યો પુરૂષ મળી આવતાં એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. તો, ખાવડામાં અદાણી ગ્રીન કંપનીમાં ટાવર પર ચડીને કામ કરતા શ્રમજીવી નીચે પટકાતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલા પુલીયા નીચેથી મંગળવારે સવારે આઠ વાગ્યાના અરસામાં ૫૦ વર્ષનો એક અજાણ્યો પૂરૂષ દુપટ્ટા વળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.