Surat Sarthana Nature Park : સુરતમાં પતંગ અને આતશબાજી સાથે ઉતરાયણની રમઝટ વચ્ચે આજે મોટી સંખ્યામાં સુરતીઓ પાલિકાના સરથાણા નેચર પાર્ક (પ્રાણીસંગ્રહાલય)માં પહોંચી ગયા હતા. ગઈકાલના દિવસે વીક એન્ડ કરતાં પણ ત્રણ ગણાથી વધુ મુલાકાતીઓ આવતા સરથાણા નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. ગઈકાલે એક જ દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 24 હજાર જેટલા મુલાકાતીઓ આવતા પાલિકાને 8.86 લાખની આવક થઈ હતી.
સુરત પાલિકા સુરત કામરેજ રોડ પર તાપી નદી કિનારે 81 એકરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (નેચર પાર્ક) બનાવ્યું છે.