Gujarat Government : રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને બહાર કરવામાં આવ્યું છે.
સરકારી વકીલોની નિમણૂક, રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે.