Pankaj Joshi new Chief Secretary : ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, IAS (RR:GJ:1989) કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.