સાડા ત્રણ માસ પૂર્વે બિલ્ડર સાથે થઈ હતી રૂા. ૧૫ લાખની ઠગાઈ
ચકચારી પ્રકરણમાં બે શખ્સો ઝડપાયા બાદ ટ્રાન્સફર વોરંટથી ઈન્દોરની જેલમાં રહેલાં ઈસમને પણ ઝડપી લેવાયો : આરોપી એક દિવસના રિમાન્ડ પર
ભાવનગર: સાડા ત્રણ માસ પૂર્વે કન્સ્ટ્રકશનનાં વ્યવસાયી આધેડને ડિજિટલ એવરેસ્ટ કરી સિક્યુરીટી ડિપોઝીટના નામે રૂ.૧૫ લાખ પડાવી લેવાના પ્રકરણમાં બે શખ્સો ઝડપાયા બાદ આ ચકચારી પ્રકરમાં સંડોવાયેલા વધુ એક શખ્સને સાઈબર ક્રાઈમની ટીમે ઈન્દોરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી ઝડપી પાડયો હતો.