ભાવનગરના જવાહર મેદાનમાં થોડા દિવસો પહેલા મધરાત્રીના સમયે યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે કરવામાં આવેલા હુમલા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ઘોઘારોડ પોલીસે સમગ્ર મામલે આરોપીઓને ઝડપીને તપાસ હાથ ધરી
થોડા દિવસો પહેલા રાત્રીના ભાવનગરના જવાહર મેદાનમાં યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલામાં 2 આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશ ઉર્ફ ઇલુ નામના યુવાન ઉપર નાનું કસોટીયા અને સંજય રબારી નામના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશ નામના યુવાન ઉપર પૈસાની લેતીદેતી બાબતે પીછો કરીને માર મારવામાં આવ્યો હતો. હુમલો કરનાર બન્ને આરોપી નાનું કસોટીયા અને સંજય રબારીની ઘોઘારોડ પોલીસે ધરપકડ કરી છે. ઘોઘારોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના જવાહર મેદાન વિસ્તારમાં એક વેપારી યુવાન પર બે શખસોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ભરતનગર વિસ્તારના રહેવાસી અને સુરતમાં કાપડનો વ્યવસાય કરતા 32 વર્ષીય દિનેશ રામચંદાણી પર રાહુલ ઉર્ફે નાનું કસોટીયા અને સંજય રબારીએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલા મામલે યુવકે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ઘોઘારોડ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશ નામના યુવાન ઉપર પૈસાની લેતીદેતી બાબતે આરોપી નાનું કસોટીયા અને સંજય રબારીએ પહેલા પીછો કર્યો હતો. ત્યાર બાદ મોકાનો ફાયદો ઉઠાવીને ધોકા-પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.