26 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
26 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમાં સોમનાથ હાઈવે પર ભયંકર અકસ્માતમાં બાઈકચાલકનું સ્થળ પર મોત

Bhavnagarમાં સોમનાથ હાઈવે પર ભયંકર અકસ્માતમાં બાઈકચાલકનું સ્થળ પર મોત


ભાવનગર સોમનાથ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો. સોમનાથ હાઈવે પર બાઈક અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી થયેલ અકસ્માત સર્જાતા પંથકમાં અરેરાટી વ્યાપી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવારનું સ્થળ પર જ મોત નિપજયું. હાઈવે પર બાઈક અને જીપ એટલા ભયંકર રીતે અથડાયા કે રસ્તા પર જીપ પલ્ટી ખાઈ ગઈ. અને ઘટનાસ્થળ પર બાઈક સવારનું માથું અને ધડ અલગ થઈ ગયા. જે લોકોએ પણ આ દ્રશ્ય જોયું તેમના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી.

તણસા ગામ નજીક સર્જાયો અકસ્માત

તણસા ગામ નજીક સોમનાથ હાઈવે પર અકસ્માતની ગંભીર ઘટના બનવા પામી. સોમનાથ હાઈવે પર બાઈક અને જીપની ટક્કર થતાં બાઈકચાલકનું મોત નિપજયું. આ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ કંપારી છૂટી જાય. કારણ કે સામે આવેલ ફોટામાં જીપ રસ્તા પર પલટી ખાઈ ઊંધી પડેલી દેખાય છે. અને જીપ પર લોહીના ડાઘા પણ છે. સંભવત જીપ અને બાઈક ચાલક વિરુદ્ધ દિશામાંથી આવતા હશે. અને કોઈ એક ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી.

પોલીસે હાથ ધરી તપાસ

પ્રાથમિક તપાસ કરતાં બાઈક અને જીપ બંને વાહન પૂરપાટ વેગે આવતા હોવાની શંકા છે. દરમ્યાન અચાનક જીપ ચાલક બેકાબૂ થતાં બાઈક સવાર સાથે અથડાયો હોઈ શકે. કારણ કે ઘટનાસ્થળ પર બાઈક પડેલું છે તેની સાથે જ એક મૃતદેહ છે. આ બાઈક ચાલક હોઈ શકે. માર્ગ પર જીપ પલટી ખાઈ ઊંધી પડી છે. અને જીપ ચાલક ફરાર છે. પોલીસે ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થતાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.પોલીસે ફરાર જીપ ચાલકની શોધખોળ કરી વધુ વિગત પ્રાપ્ત કરી રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.માર્ગો સારા બનતા ચાલકો બેફામ બની રહ્યા છે. તંત્ર દ્વારા અકસ્માતો અટકાવવા કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે છતાં બેફામ ચાલકો બેદરકારી દાખવતાં દુર્ઘટનાને આમંત્રણ આપે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય