– લગ્નસરા જામતા બજારોમાં ખરીદીનો માહોલ જામતા રોનક છવાઈ
– ભાવનગર શહેર અને જિલ્લાની મોટા ભાગની જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, પાર્ટીપ્લોટ, હોટલ અને રિસોર્ટ બુક : લગ્નસરા સિવાયના પણ શુભ પ્રસંગોનો ધમધમાટ
ભાવનગર : આગામી તા.૨ ફેબ્રુઆરીને રવિવારે વસંતપંચમીના અનન્ય મહિમાવંતા મહાપર્વે વણજોયુ શુભ મુર્હૂત હોય ગોહિલવાડમાં ચોતરફ લગ્નોત્સવની ધૂમ જોવા મળશે. ગોહિલવાડમાં અંદાજે ત્રણ હજારથી વધુ સ્થળોએ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ અવસરે અનેક સ્થળોએ વિવિધ જ્ઞાતિ, સમાજ અને સામાજિક, સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમુહ લગ્નોત્સવના પણ આયોજન કરવામાં આવ્યા છે.