– 3 પાલિકાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપે પુરૂષ-મહિલા ઉમેદવારોને સરખી બેઠક ફાળવી
– તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ત્રણ મહિલાને ટિકિટ અપાઈ, મનપાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ નગરસેવકને મેદાનમાં ઉતાર્યા
ભાવનગર : ભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ત્રણ તાલુકા પંચાયતની પાંચ બેઠક અને મહાપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. નગરપાલિકાઓમાં ભાજપે પુરૂષ-મહિલાઓ વચ્ચે ટિકિટની સરખી વહેચણી કરી છે.