26 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
26 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમાં લાખોના ખર્ચે બનેલ દવાખાનું ખાઇ રહ્યું છે ધુળ

Bhavnagarમાં લાખોના ખર્ચે બનેલ દવાખાનું ખાઇ રહ્યું છે ધુળ


ભાવનગરમાં દવાખાનું ધૂળ ખાઈ રહ્યું છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલ હરતું ફરતું દવાખાનું ખરાબ સ્થિતિના કારણે દર્દીઓ સારવારથી વંચિત રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ત્રણ મહીનાથી આયુર્વેદિક હોમિયોપેથક દવાખાનું ધૂળ ખાઈ રહ્યું છે. હરતા ફરતા દવાખાનાના વાહનોની ફરતે ધૂળ અને કાટ લાગેલ જોવા મળ્યો. યોગ્ય માવજત નહી મળતા હરતું ફરતું દવાખાનું બિસમાર હાલતમાં છે.

વર્ષ 2015-16માં કરાઈ શરૂઆત

લોકોને સારવાર મળી રહે માટે જિલ્લા પંચાયતમાં હરતા ફરતા દવાખાનાની શરૂઆત કરવામાં આવી. લાખો રૂપિયાના ખર્ચે વર્ષ 2015-16માં હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું. એક વાહનમાં આ દવાખાનું બનાવવામાં આવ્યું. જેમાં દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તેવા તમામ સાધનો વિકસાવવામાં આવ્યા.ગામ અને જિલ્લા સ્તરે હોસ્પિટલ અને દવાખાનાની અછત જોવા મળી. તો કેટલાક સ્થાનો પર હોસ્પિટલ હોય તો ડોક્ટરના હોય તેવું પણ સામે આવ્યું. કેટલાક સંજોગોમાં દવાખાના દૂર હોવાથી જયારે દર્દીઓને તાત્કાલિક જરૂર હોય ત્યારે સારવાર મળતી નથી. આથી જ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટ માંથી વર્ષ 2015-16માં આ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાના માધ્યમથી ભાવનગરમાં હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું.જે અંતર્ગત દર્દીઓ દવાખાને પંહોચવા અશક્ત હોય ત્યારે તેમને તત્કાળ મદદ મળી રહી છે.

લાખોના ખર્ચે બનેલ દવાખાનું ધૂળમાં

વર્ષ 2015-16માં શરૂ કરવામાં આવેલ આ સેવા હવે ફક્ત કાગળ પર જોવા મળી રહી છે. હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું જિલ્લા પંચાયતમાં ત્રણ મહીનાથી ધૂળ ખાઈ રહ્યું છે. લાંબા સમય સુધી ઉપયોગ ના કરાતા આ વાહનની ફરતે ધૂળ અને કાટ જોવા મળ્યો. કમનસીબે લાખો રૂપિયાના ખર્ચે વિકસાવેલ વાહન છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા પંચાયત પરિષદમાં ધૂળ ખાઈ રહ્યું છે. યોગ્ય માવજત અને લોકોની સુખાકારી માટે આ વાહન વાપરવામાં નહીં આવતા લાખો રૂપિયાનું વાહન પડ્યું પડ્યું સડી રહ્યું છે. સરકાર લાખોના ખર્ચે યોજના અને પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ યોગ્ય અમલના અભાવે અને તંત્ર દ્વારા જરૂરી તકેદારી ના રખાતા પ્રજાના પૈસે બનેલ મોટી યોજના અને પ્રોજકેટ ધૂળ ખાય છે. ભાવનગરનું હરતું ફરતું દવાખાનું પોતે જ બિસમાર હાલતમાં જોવા મળ્યું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય