26 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
26 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમાં ખેતરમાં ગાંજાનું વાવતેઝર ઝડપાયું, ખેડૂતની પોલીસે કરી ધરપકડ

Bhavnagarમાં ખેતરમાં ગાંજાનું વાવતેઝર ઝડપાયું, ખેડૂતની પોલીસે કરી ધરપકડ


ભાવનગરના સોડવદરામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે જેમાં 2.60 લાખના ગાંજાના 70 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે,એસઓજી પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ખેડૂતની ધરપકડ કરી છે,ખેડૂતે પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે ખેતરમાં અન્ય ખેતીની વચ્ચે ગાંજાની ખેતી કરી રહ્યાં હતા.

ખેડૂત વાલજી સોલંકીની કરાઈ ધરપકડ

ભાવનગરમાં એસઓજી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી છે,SOGએ વાલજી સોલંકીને ગાંજાના છોડ સાથે ઝડપી પાડયો છે અને તપાસ હાથધરી છે,ભાવનગરના સોડવદરામાં ખેડૂતે ખેતરમાં કર્યું હતું ગાંજાનું વાવેતર અને SOGએ બાતમીના આધારે દરોડા પાડીને સમગ્ર કેસની તપાસ કરી છે,મહત્વનું છે કે આરોપી લાંબા સમયથી ગાંજાની ખેતી કરી રહ્યો હતો અને બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે,ગાંજાનું વાવેતર કરીને કોને ગાંજો આપતો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.

ગાંજાની કિંમત 2.60 લાખ

પોલીસે આ સમગ્ર કેસમાં 2.60 લાખની કિંમતનો ગાંજો બતાયો છે,જેમાં 70 છોડનો સમાવેશ થાય છે.ખેડૂત તેની વાડીમાં આ ગાંજાના છોડનું વાવેતર કરતો હોવાની વાત સામે આવી છે,છેલ્લા 6 મહિનાથી આ ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતુ.આ સમગ્ર છોડનું વજન 52.07 કિલો થાય છે,સાથે સાથે કુલ મુદ્દામાલ મળીને 2,60,850 રૂપિયા થાય છે.

બે દિવસ પહેલા ભાવનગરમાં ગાંજાનો જથ્થો નાશ કરાયો

ભાવનગરના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના ગુનામાં પોલીસે જપ્ત કરેલો રૂા.17,69,802ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ પોશ ડોડાના જથ્થાનો નાશ કર્યો હતો. અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ અંકલેશ્વરની કંપનીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય