ભાવનગરમાં ઘી અને પાપડના નમૂનાના સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રસંગ પાપડના નમૂના સબસ્ટાન્ડર્ડ થતા 60 હજારનો દંડ પાપડ બનાવનાર ગઢીયા ગૃહ ઉદ્યોગને ફટકારવામાં આવ્યો છે,ઘીના નમૂના ફેલ થતા 40 હજારનો દંડ ફટકાર્યો છે,તો રાધનપુરી બજારમાંથી લુઝ ઘીના નમૂના લેવાયા હતા જેમાં ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
એડજયુડીકેટીંગ કોર્ટે દંડ ફટકાર્યો છે
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે ચાલુ જાન્યુઆરી માસમાં ખાદપદાર્થના ૩ર નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત રાંધનપુરી બજારની પેઢીમાંથી અગાઉ ઘીનો નમૂનો લીધો હતો તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો તેથી એડજયુડીકેટીંગ કોર્ટે દંડ ફટકાર્યો છે.